Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે અદાણી પ્રકલ્પોના પ્રવાસ માટે કરાર

સમજૂતિ હેઠળ GTU સંલગ્ન કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપ હેઠળ ચાલતા ઔદ્યોગિક પ્રલલ્પોની એક્સપોઝર ટુરનું આયોજન કરાશે

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વચ્ચે પ્રોજેક્ટ ઉડાન હેઠળ એમઓયુ કરવામાં આવ્યા છે. આ સમજૂતિ હેઠળ GTU સંલગ્ન કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપ હેઠળ ચાલતા ઔદ્યોગિક પ્રલલ્પોની એક્સપોઝર ટુરનું આયોજન કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ જી. અદાણીની હાજરીમાં અમદાવાદની અદાણી વિદ્યામંદિર સ્કૂલમાં પ્રોજેક્ટ ઉડાન હેઠળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે GTUના કુલપતિ પ્રો. (ડૉ.) નવીન શેઠ,  અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શિલિન આર. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, GTUના રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર, GTUના આંતરરાષ્ટ્રીય સંબંધો વિભાગના ડૉ. કેયુર દરજી, અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ તરફથી કુંતલ સંઘવી અને અદાણી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સંયોજક જીજ્ઞેશ વિભાંડિક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપના વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પો જેવા કે અદાણી પોર્ટ, અદાણી પાવર મુંદ્રા, હજીરા, દહાણુ, કવાઈ, તિરોડા અને ધામરા ખાતેની અદાણી વિલ્મર રિફાઈનરીની મુલાકાત માટે એક્સપોઝર ટુરનું આયોજન કરવામાં આવશે. એક્સપોઝર ટૂરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉંચા સપના જોવા માટેની પ્રેરણા આપવાનો તેમજ બિઝનેસ વિશેની ઝાંખી કરાવવાનો છે. યુવાધનને ઉંચા સપના રખતુ થશે તો તેમાંથી ભવિષ્યના ઉદ્યમીઓને નવીનતા અને સફળતા હાંસલ કરવામાં મદદ મળશે અને આખરે તે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવશે. 2010 થી 2019 સુધીમાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં ભારતના તમામ સ્થળોએ કુલ 5,261 પ્રવાસોનું આયોજન થયું છે. જેમાં અને 3,48,831 વિદ્યાર્થીઓએ અદાણી ગ્રુપના પ્રકલ્પોની મુલાકાત લીધી છે. આ MoUમાં અદાણી બિઝનેસ સાઇટ્સ, મુન્દ્રા, હજીરા (ગુજરાત) અને દહાણુ (મહારાષ્ટ્ર)ને પણ આવરી લેવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શિલિન અદાણીએ જણાવ્યું હતું કે, “વર્ગખંડની બહારની દુનિયામાં ભણવાથી યુવાધનને ખૂબ જ અલગ અને ખાસ શિક્ષણ પ્રાપ્ત થાય છે. આજનું યુવાધન જ્યારે આવતીકાલના ઈનોવેટર્સ અને એચીવર્સ બનવા માટે મોટું વિચારશે ત્યારે તે રાષ્ટ્રનિર્માણનું મોટું પગલું હશે.

GTUના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નવીન શેઠે જણાવ્યું હતું કે, “અદાણી ફાઉન્ડેશન સાથે આ MOU સાઈન કરવાનો મને આનંદ છે. આગામી સમયમાં અમારા વિદ્યાર્થીઓ અદાણી જૂથ દ્વારા સ્થાપિત કેટલાક શ્રેષ્ઠ વ્યવસાયોની મુલાકાત લેશે અને તેમનામાં શિક્ષણના નવા પરિમાણો ઉમેરશે."

અદાણી ફાઉન્ડેશનની પહેલ ઉડાન એ અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જીવન પરિવર્તનની યાત્રાથી પ્રેરિત છે. શ્રી અદાણીએ બાળપણમાં પ્રથમ વખત ગુજરાતના કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. બંદરના વિસ્તરણને જોઈને તેમણે એક દિવસ પોતાનું બંદર હોવાનું સપનું જોયું. અને પછી જે કાંઈ થયું તેનાથી ઇતિહાસ રચાઈ ગયો.

GTU તમામ ટેકનિકલ કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-ફાઇનાન્સ સંસ્થાઓને પ્રોજેક્ટ ઉડાન અંગે ભલામણ કરશે. આ તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ મુખ્ય અધિકારી કે પ્લેસમેન્ટ ઓફિસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસનાં આયોજન માટે અદાણી ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે.

GTU શૈક્ષણિક સંસ્થાઓને પ્રોજેક્ટ ઉડાન અને અદાણી ફાઉન્ડેશનની અન્ય પહેલો માટે ઓનલાઈન અને ઓફલાઈન સેમિનારનાં આયોજન માટે પણ મદદ કરશે. જો જરૂરી જણાય તો તે શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી મેળવવામાં પણ મદદ કરશે.

અદાણી ફાઉન્ડેશન વિશે

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 18 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો - શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

વધુ માહિતિ માટે : www.adanifoundation.org

મીડિયા પ્રશ્નો માટે સંપર્ક, રોય પોલ: roy.paul@adani.com

(7:48 pm IST)