Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડોદરામાં ધો-10ની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ફાંસોખાઇ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં ઘરે જ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા વારસિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ધો.૧૦ માં અભ્યાસ કરે છે.તેના પિતા રીક્ષા ડ્રાઇવિંગ કરે છે.અને માતા સરદાર એસ્ટેટની એક કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે સાંજે તેની માતા નોકરી પર ગઇ હતી.અને પિતા રીક્ષા લઇને ગયા હતા.ઘરે કિશોરી અને તેનો ૮ વર્ષનો ભાઇ એકલા હતા.તે દરમિયાન કિશોરીએ ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું હતું.આ અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.વિજયભાઇએ સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી છે.આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

(4:57 pm IST)