Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બોલિવુડ સ્‍ટાર સાથે અમદાવાદની એ રાત્રિએ દિવસ ઉગશેઃ અજયકુમાર ચૌધરી

ડ્રગ્‍સ અને તમાકુ જેવા દૂષણથી દુર રહી બોડી ફિટનેસનું મહત્‍વ સમજાવવા ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ચાર્જ સંભાળતા જ અભુતપૂર્વ આયોજન : હાફ મેરેથોન સ્‍પર્ધા એડવેન્‍ચર બનશે, ઓન લાઇન રજીસ્‍ટ્રેશન ટી શર્ટ, સર્ટિફિકેટ આપવામાં આવશે,‘અકિલા' સાથે લોકપ્રિય ઇન્‍ચાર્જ સીપી રાજ્‍ય સરકારના પ્રયાસો મજબૂત કરવા કરેલ આયોજનની રસપ્રદ બાબતો વર્ણવી

 રાજકોટ, તા.૧: ગુજરાત ઊડતા પંજાબ જેવું ન બને તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ચાલતા પ્રયાસોને બળવત્તર બનાવવા માટે હવે અમદાવાદમાં યુવા પેઢીને નશાની ગર્તામા ધકેલાઈ જતી અટકાવવા માટે વધુ એક સરાહનીય પગલું અમદાવાદના લોકપ્રિય ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા લેવામાં આવ્‍યું છે.   
 યુવાનોને દુષણથી બચાવવા માટે માત્ર ડ્રગ્‍સ જ નહિ તમાકુનું પણ સેવન ન કરે અને પોતાના શરીરની ફીટનેશ પ્રત્‍યે જાગળત બને તે માટે ૨૭મી ઓગષ્ટના રોજ રાત્રી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું ઇનચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.  
 તેવો દ્વારા આ બાબતે ખૂબ તરવરિયા એવા યુવા વિષ્‍ણુંભાઈ કામલિયાનો સહયોઞ મળ્‍યાની અને તેવો દ્વારા પણ જાગળત નાગરિક તરીકે મદદ મળ્‍યાનું જણાવ્‍યું હતું.               
ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે રાજ્‍ય સરકારની પ્રેરણા અને સહયોગ દ્વારા યોજાનાર આ નાઈટ હાફ મેરેથોન ૨ કિમી, ૫ કિમીની રહેવા સાથે સ્‍પર્ધાત્‍મક દોડ ૧૦,૨૧ કિમીની રહેશે. વધુને વધુ યુવા પેઢી ભાગ  લઈ રાજ્‍ય સરકારના ભરપૂર પ્રયત્‍નો અને અમારા પ્રયત્‍નો સફળ બનાવે તે માટે બોલિવૂડના સ્‍ટાર પણ આ રાત્રિ હાફ મેરેથોનમાં હાજર રહે તે માટે પણ અમારી ટીમ સક્રિય બની છે. ઓન લાઈન રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા જેમના હાથે શરૂ થયેલ છે તેવા અજય કુમાર ચૌધરી દ્વારા વિશેષ જણાવેલ કે, ૨૧ કિમીના લાંબા અંતરમા સ્‍પર્ધકો થાક ન અનુભવે તે માટે તેમના મનોરંજન માટે પણ વિશેષ વ્‍યવસ્‍થાઓ ગોઠવી છે.          
ભાગ લેનાર તમામને ટીશર્ટ સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સ્‍પર્ધા ડ્રગ્‍સ, તમાકુ જેવા દુષણથી દુર રહેવા અને ફિટનેસ મંત્ર આપવા સાથે ભાગ લેનાર તમામ લોકો પરિવાર માટે એક એડવેન્‍ચર બની રહેશે તેમ ‘અકિલા' સાથેની વાતચીતમાં આ જાગૃત આઇપીએસ દ્વારા જણાવવામાં આવેલ.

 

(3:38 pm IST)