Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આ ઉંમરમાં સંતાનને કેમ જન્મ આપ્યોઃ સંક્રમિત માનસિકતાથી પીડાતા દંપતીએ બાળકીને જન્મ આપ્યા બાદ અમદાવાદ સિવીલ હોસ્પિટલે ત્યજીને ફરાર થઇ ગયાઃ પરંતુ પોલીસે બંનેને ઝડપી લીધા

અમદાવાદઃ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજી દેનાર માતા-પિતા ઝડપાયા આખરે ઝડપાયા છે. પાંચમાં બાળકનો જન્મ થતા સમાજની શરમના કારણે બાળકને ત્યજી હોવાનું તેઓએ તપાસમાં જણાવ્યું હતું શાહીબાગ પોલીસે દાહોના દંપતીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ફોટોમાં દેખાતા આ દંપતિ પોતાનું બાળક સિવિલ હોસ્પિટલમાં ત્યજીને ફરાર થઇ ગયા શાહીબાગ પોલીસે દાહોદના આ દંપતીની ધરપકડ કરી છે. ઘટના કંઇક એવી છે કો આરોપી રસુલ ચૌહાણની પત્ની સમુબેને બે મહિના પહેલા બોપલમાં એક બાળકીને જન્મ આપ્યો. આ દંપતીને અગાઉ ૪ બાળકો છે અને તેમની ઉંમર પણ વધારે હોવાથી તેમને સમાજની શરમ આવી હતી કે, આ ઉમરમાં સંતાનને જન્મ કેમ આપ્યો. સંકુચિત માનસિકતાથી પીડાતા આ દંપતીએ પોતાની બાળકીને ત્યજી દેવાનો નિર્ણય લીધો હતી. બાળકી અસ્વસ્થ હોવાથી વધુ સારવાર માટે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લાગ્યા હતા. જયાં આ દંપતી પોતાની બાળકીને મુકીને ફરાર થઇ ગયા. પરંતુ પોલીસે આ નિદર્ય માતા-પિતાને શોધીને તેઓની ધરપકડ કરી હતી. નિર્દય અને કઠોરતા આ માં બાપની આંખોમાં છલકી રહી છે. તેમને પોતાની એક દિવસની બાળકીને ત્યજી દેતા એક વખત પણ વિચાર કર્યો નહિ. આ મા-બાપ હવે પોલીસ ચૂંગલમાં આવી ગયા છે. શાહીબાગ પોલીસે બાળકીને ત્યજી દેવા તપાસ શરૂ કરી હતી. આ તપાસ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી લઇ ગઇ. અને ત્યાર બાદ બાળકીનો જન્મ બોપલના આરોગ્ય કેન્દ્રમાં થયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોગ્ય કેન્દ્રમાં પુછપરછ કરતા એક જાગૃત ડોકટરના કારણે દંપતીનો મોબાઇલ મળ્યો હતો. કોલ લોકેશનની તપાસ દરમ્યાન પોલીસ આ નિર્દય માતા-પિતા સુધી પહોંચી હતી.

પોલીસ તપાસમાં આ દંપતી જણાવે છે કે, લોકડાઉનના કારણે રોજગારી છીનવાઇ ગઇ છે અને આર્થિક મુશ્કેલી અને ૪ બાળકનું ભરણ પોષણ વચ્ચે પાંચમાં બાળકની જવાબદારી ઉઠાવી શકતા નહતા. તેમજ સમાજમાં આ ઉમરે બાળક થતા શરમ આવે જેથી બાળકીને સિવીલ હોસ્પિટલમાં મૂકી દીધી હચીય પણ એવું હોય તો અમે બાળકીને લઇ જઇશું. આ દંપતીના આ નિવેદનથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી કે બાળકીને આ દંપતીને સોંપવી કે નહિ. પરંતુ કાયદાની આંટીઘુંટીમાં પોલીસ પણ મજબુર બની છે.

(5:58 pm IST)
  • અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ' રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક ' : ભારત ઉપર અનેક આક્રમણો થયા : આક્રમણખોરો પોતાના ચિન્હો છોડી ગયા : આ બધા વચ્ચે અડગ આસ્થા સાથે રામમંદિરનું નિર્માણ રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક બની રહેશે : RSS ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી access_time 7:47 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST

  • રાજયસભાના સાંસદ અમરશીનું નિઃધન : છેલ્લા છ મહીનાથી બિમાર હતાઃ સીંગાપુરમાં ચાલી રહી હતી સારવારઃ સાંસદ અમરશી સમાજવાદી પાર્ટીના નેતા હતા. access_time 4:58 pm IST