Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સિદ્ધપુરમાં કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ મહિનાના બાળકને ફાડી ખાધું:માથામાં ખોપડી ખુલ્લી થઇ ગઈ

માતા -પિતાને આ બાળક કેટલીય બાધા આખડીઓ રાખીને ટેસ્ટ ટ્યુબ બેબીથી આવ્યો હતો

 

સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના બની છે ઘરમાં દોઢ માસનાં સુતેલા બાળકને કૂતરાએ ફાડી ખાધું હતું બાળકને માલિશ કરીને ઘોડિયામાં સુવડાવ્યો હતો. જે બાદ તેના માતા, પિતા અને દાદી ઉપરનાં માળે ગયા હતાં. ઘરનું બારણું ખુલ્લું રહી જતાં કૂતરું ઘરમાં આવીને કુમળા બાળકને ગળાનાં ભાગેથી ઊંચકીને ભાગી ગયું હતું

 . કૂતરાએ બાળકને માથામાં બચકાં ભરી મોટા મગજને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકે થોડી મિનિટોમાં આખરી શ્વાસ લીધો હતો. માતાપિતાને બાળક કેટલીય બાધા આખડીઓ રાખીને ટેસ્ટ ટ્યુબ બેબીથી આવ્યો હતો. પરિવાર, પાડોશીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
 
મળતી માહિતી પ્રમાણે શહેરનાં બ્રાહ્મણીયાપોળમાં રહેતા તેજસભાઇ ઘોરીનાં દોઢ માસનાં બાળક ક્રિસીવને સોમવારે બપોરે 11 વાગ્યા પછી માલીશ કરીને સુવડાવી દીધો હતો. જે બાદ તેજસભાઇને કોઇ કામ હોવાને કારણે પત્ની અને માતાને ઉપરનાં માળે લઇ ગયા હતાં. બાળક તો સુતું હતું પરંતુ થોડુ બારણું ખુલ્લુ રહી ગયું હતું. દરમિયાન બહાર રખડતું કૂતરૂં ઘરમાં ઘુસીને નવજાત બાળકને લઇ ગયું હતું. તેમના ઘરેથી થોડી દૂર થોડા છોકરાઓએ જોતાની સાથે બૂમો પાડી અને કૂતરું બાળકને ત્યાં છોડીને ચાલ્યું ગયું.હતું

   બાળકને બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. ત્યાં તબીબોએ જણાવ્યું કે માથામાં ગંભીર ઇજા છે એટલે તેને મહેસાણા લઇ જવો પડશે. તબીબ પ્રમાણે બાળકનાં માથામાં ખોપડી ખુલ્લી થઇ ગઇ હતી, જેમાંથી લોહી વહી જતા શરીર ફિક્કુ પડી ગયું હતું. તેનું બે વાર તો હૃદય પણ બંધ થઇ ગયું હતું

 

 

 

(12:05 am IST)