Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરતના લીંબાયત વિસ્તારમાં યાર્નના ખાતામા ભયાનક આગ: છ ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી

આગ લાગવાનું કારણ અંકબંધ: આગને પગલે અફરા તફરી મચી

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા યાર્નના ખાતામા આગ લાગી છે. ફાયરની છ જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

  આ  ખાતામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ અંકબંધ છે. આગને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબુમાં લેવા છ ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. આગને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

(11:13 pm IST)