Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પાટણ જિલ્લામાં જળ શક્તિ અભિયાન અંતર્ગત શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ

તંત્રના વિવિધ વિભાગો દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમો

 

જળ શક્તિ અભિયાન પાટણ અંતર્ગત પાટણ વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પાટણ જિલ્લામાં પાણી અને પર્યાવરણ બચાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સહભાગી બનતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લાના સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું

  તારીખ 31 જુલાઈથી 1 ઓગસ્ટ ના સમયગાળામાં રિલાયન્સ ફાઉન્ડેશનના વ્રજલાલભાઈ રાજગોર ના માર્ગદર્શન મા વિવિધ ટીમો બનાવી 25 ગામોની પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેમાં પાણી અને પર્યાવરણ બચાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપેલ તે ઉપરાંત ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણના પણ કાર્યક્રમ કરી 600 થી વધુ વૃક્ષોનું વાવેતર કરેલ કાર્યક્રમમાં 5000થી વધુ બાળકો 160 જેટલા શિક્ષકો તેમજ 80 જેટલા ગ્રામજનોએ હાજરી આપી જળશક્તિ અભિયાનને વધુ વેગ આપવા સુંદર કાર્ય કરેલ હતું

આગામી સમયમાં અન્ય તાલુકાઓમાં પણ રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે અને જળશક્તિ અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરેલ છે એવું રિલાયન્સ ફાઉન્ડેશનના ટીમ લીડર નિરપતસીંગ કિરારની યાદીમા જણાવેલ છે

(11:03 pm IST)