Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

માતર પોલીસે માતર-વાસણા રોડ પર ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 6 શકુનિઓની ધરપકડ કરી

માતર: પોલીસે માતર-વાસણા રોડ પર આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં આવેલ જયદીપસિંહ જશુભાઈ ચૌહાણના ઘર આગળ ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં પ્રવિણભાઈ બચુભાઈ ચૌહાણ, દિલિપભાઈ દેસાઈભાઈ પરમાર, જગદીશભાઈ ઉર્ફે જગો પુનમભાઈ પરમાર, જયદિપસિંહ જશુભાઈ ચૌહાણ, રમેશભાઈ રમણભાઈ પરમાર અને અલ્પેશભાઈ જશુભાઈ ચૌહાણ (તમામ રહે.માતર)નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૬૮૦ તેમજ દાવ પરથી રૂ.૭૪૦ મળી કુલ રૂ.૨૪૨૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે લઈ પકડાયેલા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:25 pm IST)