Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

નડિયાદ નજીક વસોમાં અદાલતે મારામારીના ગુનાહમાં આરોપીની સજાને યથાવત રાખી

નડિયાદ:નજીક આવેલ વસો વાંટામાં સન ૨૦૧૨ માં મારામારીના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને નિચલી કોર્ટે એકને બે વર્ષ અને બીજાને એક વર્ષની સજા કરી હતી. બંને આરોપીઓ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ સેસન્સ કોર્ટમાં ચાલતા ન્યાયાધીશે અપીલ નામંજુર કરી નિચલી કોર્ટનો ચુકાદો કાયમ રાખ્યો છે

મળતી માહિતી મુજબ વસો વાંટામાં રહેતાં કિરણસિંહ રણવીરસિંહ મહીડા સાથે ગામમાં રહેતાં પ્રદિપકુમાર નટુભાઈ મહીડા અને સુરેન્દ્રસિંહ બળવંતસિંહ મહિડાને તા.--૧૨ ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે સલાહ સૂચન આપવાના મુદ્દે તુતુ...મેમે.. થયાં બાદ ઝઘડો થયો હતો. ઝઘડામાં કિરણસિંહને આરોપીઓએ ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જે અંગે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

(6:25 pm IST)