Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પરથી ભેજાબાજે 2.67 લાખનું ડીઝલ લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

આણંદ:આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા એક પેટ્રોલપંપ પરથી .૭૬ લાખ ઉપરાંતનું ડીઝલ ઉધાર મેળવીને બાદમાં વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતાં અંગે આણંદ શહેર પોલીસે ધર્મજના શખ્સ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર વિદ્યાનગર રોડ ઉપર આવેલા યોગીરાજ ફીલીંગ સ્ટેશન પેટ્રોલપંપ ઉપર ફરિયાદી નિખીલભાઈ નવીનચન્દ્ર ગાંધી નોકરી કરે છે. ગત ૧૭મી તારીખના રોજ ધર્મજના કોઈ શૈલેષ નામના શખ્સે પોતાના મોબાઈલ નંબર ૯૮૨૫૧-૦૫૯૨૫ ઉપરથી ફોન કરીને ડીઝલનો ભાવતાલ પુછીને તેમની ઓઈલ મિલ નંદેસરી ખાતે આવેલી છે અને હજાર લીટર ડીઝલ જોઈએ છે. તેમ જણાવીને નિખીલભાઈને વિશ્વાસમાં લીધા હતા અને આઈસર ગાડી નંબર જીજે-૦૬, એક્સએક્સ-૬૦૩૦માં ૨૦૦ લીટરના ૨૦ બેરેલ ડીઝલ એટલે કે કુલ હજાર લીટર ડીઝલ જેની કિંમત ,૭૬,૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે લઈ જઈને બાદમાં પૈસાની ચુકવણી કરી નહોતી

(6:23 pm IST)