Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધ્ય રાત્રીના સુમારે વોચ ગોઠવીને ઘરફોડિયા ગેંગના ચાર શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે અંધારીયા ચકલાએ વોચ ગોઠવીને નાપાની ઘરફોડીયા ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડીને ત્રણ જેટલી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલી નાંખ્યા છે. પોલીસે કુલ ૪૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસના હવાલે કર્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પંથક અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી ગયેલી ચોરીઓને લઈને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી જેમાં એવી હકીકત જાણવા મળી હતી કે, નાપા ખાતે રહેતા કેટલાક શખ્સો રાત્રી દરમિયાન બાઈકો પર સવાર થઈને ચોરીઓ કરવા માટે નીકળે છે જેને લઈને પોલીસે અંધારીયા ચકલાએ વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક બાઈક પર બે શખ્સો આવીને ઉભા રહ્યા હતા. થોડીવારમાં બીજા બાઈક પર બીજા બે શખ્સો આવીને વાતચીત કરવા લાગ્યા હતા.

(6:22 pm IST)