Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ગર્ભ પરીક્ષણ કરનાર બે સોનોગ્રાફી મશીનને સીલ કર્યા

સાબરકાંઠા:જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી ધ્રુપદ ગાયનેક હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે આરોગ્ય વિભાગે દરોડો પાડીને મહીલા તબીબ ધ્વારા ગર્ભમાંના બાળકનું જાતિ પરીક્ષણ કરાતુ હોવાને લઈને મહીલા તબીબને નોટીસ આપી ખુલાસો કરવાની તાકીદ કરી હતી અને બે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યા હતા

જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવાયા મુજબ ખેડબ્રહ્માની ધુ્રપદ ગાયનેક હોસ્પિટલના તબીબ ડો.દક્ષાબેન પટેલ ધ્વારા અવારનવાર તેમની હોસ્પિટલમાં સારવાર લેવાના અર્થે આવતી સગર્ભા મહીલાઓ પૈકી કેટલીક સર્ગભાઓની મરજીથી ગર્ભમાંના બાળકનું જાતિ પરીક્ષણ કરવામાં આવતુ હોવાની માહિતી થોડાક સમય અગાઉ આરોગ્ય વિભાગને મળી હતી.

(6:22 pm IST)