Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મહેસાણામાં વિવિધ જગ્યાએ દરોડા પાડી પોલીસે 41 જગ્યાએથી ચોરી કરનાર ગેગની ધરપકડ કરી

મહેસાણા:રાજ્યના વિવિધ સ્થળો પર પાર્ક કરેલી કારને નિશાન બનાવી તેના ગિલોલથી કાચ ફોડી અંદરથી મુદ્દામાલની ચોરી કરનાર મહારાષ્ટ્રના નંદુરબારની કુખ્યાત ટોળકીનો મહેસાણા એલસીબીએ પર્દાફાશ કર્યો છેમહેસાણા સહિત ગુજરાતભરમાં જુદા જુદા ૪૧ સ્થળોએ ચોરીઓને અંજામ આપનાર ગેંગના આઠ  સભ્યો પૈકી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થયો છે. જેમાં ટોળકી દ્વારા કારના કાચ તોડી ટુ વ્હીલરને પંચર પાડી, શરીર પર ગંદુ નાખી તેમજ રોડ પર ૧૦-૧૦ની ચલણી નોટો મુકીને ચોરી અથવા ચીલઝડપની ઘટનાઓને અંજામ આપવામાં પાવરધા હોવાનું ખુલવા પામ્યું  છે. જેમાં તેમણે એક સપ્તાહ પહેલા મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગરમાં કારના કાચ તોડીને લાખો રૃપિયાના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. જિલ્લા પંથકમાં એક પછી એક સર્જાયેલી પ્રકારની ઘટનાઓ બાદ મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ આરોપીઓને પકડવા આદેશ કર્યા હતા. તે અંતર્ગત એલસીબી  પીઆઈ એસ.એસ. નીનામા, પીએસઆઈ આર.જી. ચૌધરી, એએસઆઈ રમેશજી, જહીરખાન સહિતની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે જે સ્થળે ચોરી થઈ હતી તેની આસપાસના સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ઊંઝામાં કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ થતાં પોલીસ સમગ્ર જિલ્લામાં રેડએલર્ટ અમલી બનાવી નાકાબંધી કરી હતી

(6:21 pm IST)