Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સાબરકાંઠાના અંતરિયાળમાં બોગસ તબીબના ક્લિનિક પર આરોગ્ય ટીમના દરોડા: ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ

સાબરકાંઠા: જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં આજે પણ અનેક બોગસ તબીબો પોતાની હાટડીઓ ખોલીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા  .જોકે  આરોગ્ય વિભાગ દરોડા પાડીને તેમની વિરૂધ્ધ કાયદાની મર્યાદામાં રહીને પોલીસ ફરીયાદ કે લાયસન્સ રદ કરી શકે છે. પરંતુ આવા બોગસ તબીબો કાયદાની છટક બારી શોધીને બચી જાય છે ત્યારે બાતમીને આધારે મંગળવારે રાત્રે લાંબડીયાના એક બોગસ તબીબને ત્યાં દરોડો પાડીને તેની વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાઈ હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીના જણાવ્યા મુજબ સાબરકાંઠાના પોશીના, વિજયનગર પંથકમાં કેટલાક ઉંટવૈધો બોગસ પ્રમાણપત્રને આધારે ગામડાઓમાં હાટડીઓ શરૂ કરી ક્લિનીક અથવા તો તબીબી પ્રેક્ટિસનર કે દવાખાનાના  બોર્ડ લટકાવી  દઈ જરૂરીયાતમંદ લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને પોતાની પાસે એલોપથી સારવાર કરવાની સત્તા હોવા છતાં તેઓ દર્દીઓને ડ્રિપ ચઢાવી ઈન્જેકશન આપે છે

(6:20 pm IST)