Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરત: વરાછાના હીરાના વેપારી પાસે 30 લાખના હીરા મંગાવી દંપતી પેમેન્ટ ચૂકવ્યા વગર છૂમંતર.....

સુરત:રાજવી એક્ષપોર્ટના નામે વેબસાઇટ બનાવી તેના મારફતે હીરાનો વેપાર કરતા વરાછાના હીરા વેપારી પાસે આવી રોકડામાં હીરા ખરીદ્યા બાદ હૈદરાબાદના દંપત્તીએ એક્સપોર્ટનો મોટો ઓર્ડર મળ્યો છે તેમ કહી રૃ.30 લાખની કિંમતના હીરા હૈદરાબાદ મંગાવ્યા હતા. પરંતુ તેનું પેમેન્ટ ચૂકવ્યા વિના તેઓ પોતાનું મકાન ખાલી કરી ફરાર થઈ ગયા હતા.


 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા લંબેહનુમાન રોડ ત્રિકમનગર પાસે કાળીદાસ નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય કિરણભાઇ ભીખાભાઈ પટેલ પોતાના ઘરની બહાર એક ઓફિસ રાખી રાજવી એક્ષપોર્ટના નામે પિતા અને ભાઈ નવીન સાથે હીરાનો વેપાર કરે છે. પેઢીની વેબસાઇટના નંબરના આધારે તેમને 13 નવેમ્બર,2018 ના કોલ આવ્યો અને હૈદરાબાદમાં હીરાનો વેપાર કરતી શિલ્પા મનીષ વર્મા (રહે.210 , ચંદ્રદીપ એપાર્ટમેન્ટ, બનજારા હિલ્સ, હૈદરાબાદ) તરીકે ઓળખ આપી હતી. તેઓે હૈદરાબાદમાં મોટો વેપાર કરે છે કહીને પતિ સાથે સુરત આવી રૃા.1.50 લાખો રોકડા આપી હીરા ખરીદી ગયા હતા.

(6:20 pm IST)