Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરતની આંગડિયા પેઢીમાં કામ કરતા વિકલાંગ યુવાનને ચપ્પુની અણીએ રાખી લૂંટ ચલાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:આંગડીયા પેઢીમાં કામ કરતો વિકલાંગ યુવાન ગતરાત્રે મોટરસાયકલ ઉપર ઘરે જતો હતો તે સમયે ડીંડોલી બસ સ્ટેશન નજીક ત્રણ અજાણ્યા પૈકી બે યુવાને રિવોલ્વર અને છરાની અણીએ તેની પાસેની બેગ લૂંટવા પ્રયાસ કર્યો હતો. જોકે, વિકલાંગ યુવાને પ્રતિકાર કરતાં અને બૂમાબૂમ કરતા ત્રણેય લૂંટારૃઓ કશુંય લૂંટયા વિના ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પાટણના સિદ્ધપુરના ઠાકરાસણ ગામના વતની અને સુરતમાં પત્ની અને પુત્ર સાથે ડીંડોલી ઉમિયા માતા મંદિરની સામે ગોકુલધામ ટાઉનશીપ ઘર નં.સી/103 માં રહેતા 38 વર્ષીય વિકલાંગ નિલેશભાઈ વીરાભાઇ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં રત્નસાગર એપાર્ટમેન્ટ ઓફિસ નં.40 માં આવેલી આંગડીયા પેઢી પ્રવીણકુમાર બાબુલાલ પટેલ ( પી બી એન્ટરપ્રાઇઝ ) માં આંગડીયા તરીકે નોકરી કરે છે. ગત સાંજે સાડા સાત વાગ્યે નિલેશભાઈ નોકરી પૂરી કરી પોતાની હેન્ડીકેપ માટેની મોટરસાયકલ ઉપર ઘરે જવા નીકળ્યા હતા. લગભગ પોણા આઠ વાગ્યાના અરસામાં તે ડીંડોલી સિદ્ધિવિનાયક સોસાયટીની સામે ડીંડોલી બસ સ્ટેશનની પાસેથી પસાર થતા હતા ત્યારે એક મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા આવ્યા હતા અને તેમની મોટરસાયકલની સામે પોતાની મોટરસાયકલ ઊભી રાખી દીધી હતી.

તે પૈકી ચાલકે મોટરસાયકલ ચાલુ રાખી હતી જ્યારે પાછળ બેસેલા બે અજાણ્યા નીચે ઉતર્યા હતા અને નિલેશભાઈને ધક્કો મારી મોટરસાયકલ ઉપરથી નીચે ફેંકી દઈ તેમણે ખભે લટકાવી બેગ ખેંચવા પ્રયાસ કર્યો હતો. જોકે, નિલેશભાઈએ બેગ આપી હતી. આથી નીચે ઉતરેલા બે યુવાનો પૈકી એક યુવાને તેની પાસેની રિવોલ્વર કાઢી નિલેશભાઈના પેટની જમણી બાજુ મૂકી દીધી હતી. જ્યારે બીજા યુવાને છરો કાઢી નિલેશભાઈના પેટના ડાબી બાજુ મૂકી દઈ બેગ નહીં આપે તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

(6:19 pm IST)