Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ધરમપુરમાં તાલુકા પંચાયતના ઘરે તસ્કરોએ દરોડા પાડી 14.5 તોલાના દાગીનાની તફડંચી કરી

ધરમપુર:ધરમપુરના શેરીમાળ ગામે રહેતા તાલુકા પંચાયતની ખેતીવાડી વિભાગના ડેપ્યુટી એકાઉન્ટન્ટના ઘરેથી ૧૪. તોલા દાગીનાની ચોરી થઇ હતી. ઘરના પાછળના ભાગે લાકડાની સીડી મુકી છત વાટે ઘરમાં પ્રવેશી તસ્કરો રૂ..૨૫ લાખની માલમત્તા ચોરી ગયા હતા

ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના માસ્તર ફળિયામા રહેતા તાલુકા પંચાયતની ખેતીવાડી વિભાગના ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વિનોદભાઈ જીવણભાઈ પટેલ પત્ની ઇલાબેન, પુત્રી રિમ્પલ, તર્જની અને બહેન જનુબેન સાથે રહે છે. જ્યારે તેમની ત્રીજી પુત્રી શેરા મરોલી (નવસારી) ખાતે રહી અભ્યાસ કરે છે

(6:18 pm IST)