Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરતના મોટા વરાછામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 9 મહિલા જુગારીની ધરપકડ કરી

સુરત:મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત અમૃત રેસીડન્સીમાં દરોડા પાડી અમરોલી પોલીસે કાપોદ્રા, કતારગામ, સિંગણપોર અને મોટા વરાછા વિસ્તારમાં રહેતી 9 મહિલાને જુગાર રમતા ઝડપી પાડી હતી.

અમરોલી પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા-અબ્રામા રોડ પર આવેલા અમૃત રેસીડન્સીમાં રહેતા પાયલ ભાવેશ વાસજાળીયાને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી ચંદ્રિકા માંગુકીયા, હિના કનેડીયા, સરોજબેન ગોંડલીયા, વર્ષા માવાણી, શારદા પટેલ, વર્ષા ચોવટીયા, હેમાંગી પટેલ, હંસા ગજેરાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી 5 નંગ મોબાઇલ ફોન, જુગારના દાવ પરના રૃા. 6050 અને અંગ જડતીના મળી કુલ રૃા. 52180 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(6:18 pm IST)