Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરત: જમીન મકાનના ઝઘડામાં પટનામાં સાવકા ભાઈની હત્યા કરનાર હત્યારાને પોલીસે રંગે હાથે દબોચ્યો

સુરત:વતન પટણાના બખ્તીયારપુરમાં જમીન-મકાનના ઝઘડામાં ગોળી મારી હત્યા કર્યા બાદ સુરત ભાગી આવનાર હત્યારાને ઇચ્છાપોર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ઇચ્છાપોર પોલીસને મળેલી બાતમીના આધારે હજીરા રોડ ઓએનજીસી પુલ નીચેથી ગત રોજ વ્હેલી સવારે મોહમંદ નઝમુદ્દીન ઉર્ફે બિક્કી મોહમંદ અખ્તર (.. 21) (રહે. ચકદોલત ગામ, બખ્તીયારપુર, જિ. પટણા, બિહાર) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે નદીમના પિતાની ત્રણ પત્ની છે. જે પૈકી ત્રીજા નંબરની પત્નીના નદીમ સહિત ત્રણ પુત્રો છે. પિતાની ત્રણ પત્ની પૈકી પ્રથમ બે પત્નીના સંતાનો સાથે જમીન અને મકાનની માલિકી મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. જે અંતર્ગત ગત તા. 25 જુલાઇના રોજ નઝમુદ્દીન અને તેના બે ભાઇઓએ પિતાની બીજી પત્નીના પુત્ર પર ગોળીબાર કર્યો હતો. જેમાં સાવકા ભાઇનું મોત થયું હતું. બખ્તીયારપુર પોલીસે નઝમુદ્દીન સહિત તેના ભાઇઓ વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે પોલીસ ધરપકડથી બચવા માટે નઝમુદ્દીન ભાગીને સુરત આવી ગયો હતો પરંતુ ઇચ્છાપોર પોલીસે તેને ઝડપી પાડયો હતો. નઝમુદ્દીન અગાઉ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો ત્યારે સુરત-હજીરા આવતો હતો.

(6:11 pm IST)