Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ઓલપાડના સાયણમાં ફેક્ટરીમાંથી પોલીસે 83 પાર્સલમાં મુકેલ 10 લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો

ઓલપાડ:તાલુકાનાં સાયણ ગામે શુગર ફેક્ટરી જતાં રોડ પર જગન્નાથ રેસીડેન્સીની દુકાનમાંથી પોલીસે રૂ.૧૦ લાખનો ૧૬૬.૬૫૮ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પડયો હતો. ગાડીમાં ગાંજાના ૮૩ પાર્સલ મુકી જનારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે

ઓલપાડના પીએસઆઈ એસ.ડી.ધોબીને બાતમી મળતા એસઓજીની ટીમની સાથે મંગળવારે સાંજે સાયણ ગામે રેડ કરી હતી. સાયણ શુગર ફેક્ટરી જતાં રોડ પર આવેલી જગન્નાથ રેસીડેન્સી ખાતે આવેલી દુકાનમાં એક દુકાનનું શટર અડધું ખુલ્લુ હતું. જે શટર ખોલીને પોલીસની ટીમ અંદર જતાં એક શખ્સ ખુરશી પર બેઠેલો હતો. પોલીસે કાન્હુ જુગલ ગૌડા (..૪૦, હાલ રહે-જગન્નાથ એપાર્ટમેન્ટ, સાયણ, તા.ઓલપાડ, મૂળ રહે.દેવભૂમિ જગન્નાથપલ્લી, થાણા-આસ્કા જિ.ગંજામ, ઓરિસ્સા)ને પકડી લઈ દુકાનની તલાસી લેતા ૮૩ નંગ પાર્સલમાં કુલ ૧૬૬.૬૫૮ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ.,૯૯.૯૪૮નો જથ્થો મળી આવતા એફએસએલ અધિકારીને જાણ કરી હતી

(6:02 pm IST)