Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરામાં મેઘરાજાની મહેર બાદ શહેરમાં મગરનો ત્રાસ જોવા મળ્યો: લોકોમાં ભયનો માહોલ

વડોદરા: શહેરમાં પુર સામે ઝઝૂમી રહેલા લોકો સામે હવે મગરોનો ખતરો ઉભો થયો છે.વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સંખ્યાબંધ મગરો છે, નદીની સપાટી વધીને 34 ફૂટ પાર પહોંચ્યા બાદ હવે વિશ્વામિત્રી ના પાણીની સાથે સંખ્યાબંધ મગરો પણ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા હોવાની દહેશત સેવાઇ રહી છે.

માંજલપુર વિસ્તારની એક સોસાયટીમાં ગઈકાલે રાતે એક મગરે દેખા દીધી હતી.હવે આજે પોલોગ્રાઉન્ડ વિસ્તારની રાજસ્તંભ સોસાયટીમાં આજે એક મગર પાણીમાં જોવા મળ્યો હતો.

મગરે સોસાયટીના રસ્તા પર એક શ્વાનનો શિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.જોકે અણીના સમયે શ્વાન મગરની ચુંગાલમાંથી છટકી ગયો હતો.

(6:02 pm IST)