Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમદાવાદ: છાવણીમાં વેપારી પાસે 15 લાખની ખંડણીની માંગણી કરનાર વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ શરૂ

અમદાવાદ:શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી દિનપ્રતિદીન કથળી રહી છે. ધોળે દહાડે લુંટ, ચોરી અને ખંડણીવસુલીના બનાવો બની રહ્યા છે. આરોપીઓને પોલીસ કે કાયદાનો ડર હોય તેમ બેફામ બન્યા છે. જેમાં સત્યાગ્રહ છાવણીમાં રહેતા માર્બલના વેપારીને અજાણી વ્યક્તિએ ધમકીભર્યો ફોન કરીને ૧૫ લાખ રૃપિયાની ખંડણી માંગી હતી. શખ્સે વેપારીને ખંડણી નહી આપે તો તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેમના પરિવારમાં ગભરાટ ફેલાયો છે. અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજીતરફ બનાવની ગંભીરતાને લઈને ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોતરાઈ છે.

(6:01 pm IST)