Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

હિંમતનગરના ચાંપલનારમાં 10થી વધુ ભેંસોના પાણીમાં તણાઈ જવાથી મોત

બાંધેલી હતી તે જગ્યા પર અચાનક પાણી આવતા ભેંસો પાણીમાં તણાઈ ગઇ

હિંમતનગરના ચાંપલનારમાં 10 થી વધુ ભેંસના મોત થતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભેંસોને જ્યાં બાંધેલી હતી તે જગ્યા પર અચાનક પાણી આવતા ભેંસો પાણીમાં તણાઈ ગઇ હતી. પાણીના પ્રવાહે પશુઓનો ભોગ લેતા તેના માલિકના માથે આભ તૂટી પડયુ હતુ.

  અત્રે ઉલેલ્ખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે જન જીવન ખોરવાયું છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. લોકોને જાનમાલનું ભારે નુકશાન વેઠવું પડ્યું છે.

(4:58 pm IST)