Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ : જાંબુડી પાસે કોઝવે પર પાણી ફરી વળ્યાં : 15 જેટલા ગામો સંપર્ક વિહોણા

ગત રાત્રીએ ધોધમાર વરસાદ ખાબકતા કોઝવેલુન્ડર બ્રિજમાં પાણીથી ઉભરાયા

સાબરકાંઠા જીલ્લામાં ગત રાત્રીએ ધોધમાર વરસાદ ખાબકતા નાની નદીઓ નાળાઓ અને કોઝવે ઉભરાઈ ગયા છે. હિંમતનગરના જાંબુડી પાસેથી પસાર થતા કોઝવે પર પાણી ફરી વળતા એક બાજુનો રોડ ધોવાઈ ગયો છે. તો 15 જેટલા ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે. નોંધનીય છે કે જાંબુડીની સામે લાલપુર, આંબાવાડા, મોર ડુંગરા, વાવડી, ચામલાનાર, સુરજપુર જેવા એનક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગાંભોઈ જતા એક માત્ર માર્ગ પર પાણી ભરાઇ ગયા છે. જેથી શાળાએ જતા બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    સાબરકાંઠા જીલ્લામાં ગત રાત્રીએ પડેલ ધોધમાર વરસાદને લઈને હિંમતગરના બળવંતપુરા તરફનાં અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષ ઉભી થતી આ સમસ્યા બાબતે અનેક વાર સ્થાનિકો દ્વારા આ મુદ્દે રજુઆત કરાયા છતા પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. લોકોને અવર જવર કરવા માટેનો માર્ગ આ એકજ છે જેના કારણે સ્થાનિકો જીવના જોખમે અંડર પાસની ઉપરથી અવર જવર કરવી પડે છે. તંત્ર કદાચ તેની આદત પ્રમાણે કોઇ મોટા હાદસા બાદ જ આળસ છોડીને કામે લાગશે.

(4:43 pm IST)