Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરામાં વીજ પુરવઠો પૂર્વરત કરવા એમ.જી.વી. સી.એલ. અને જેટકો દ્વારા યુદ્ઘના ધોરણે કામગીરી

ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કુલ ૨૬ ટીમ વડોદરા રવાના

 વડોદરા, તા. ૧ :   ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની એક અખબારી યાદી જણાવે છે કે મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરા શહેરમાં થયેલ ભારે વરસાદના પગલે વીજ પુરવઠાને પૂર્વરત કરવા માટે જી.યુ.વી.એન.એલ. ની વીજ વીતરણ કંપની - મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમ.જી.વી.સી.એલ.) અને ટ્રાન્સમિશન કંપની - ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા યુદ્ઘના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

સદર કામગીરી માટે એમ.જી. વી.સી.એલ. ના તમામ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ છેલ્લા ૨૪ કલાક થી કાર્યરત છે તે ઉપરાંત  પશ્યિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.)  ની કુલ ૧૪ ટીમ અને  ઉત્ત્।ર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુ.જી.વી.સી.એલ.)   ની કુલ ૧૨ ટીમ ને તાત્કાલિક અસરથી વડોદરા ખાતે બોલાવવામાં આવેલ છે.     એમ.જી.વી.સી.એલ. અને જેટકો ના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ૨૪હૃ૭ કંટ્રોલ રૂમ ખાતે સમગ્ર પરિસ્થિતિનું મોનિટરિંગ કરી સુરક્ષિત રીતે વીજ પુરવઠો યથાવત થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરેલ છે.   વડોદરા શહેરને વીજ આપતા જેટકો ના કુલ ૨૭ સબસ્ટેશન છે જે હાલ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવેલ છે. ગઈ કાલે રાત્રે ભારે વરસાદના પગલે છાણી-એ અને ભાયલી સબસ્ટેશન યાર્ડમાં પાણી ભરાવવાના લીધે સુરક્ષા માટે થોડા સમય માટે બંધ કરેલ હતા પણ તુરંત જ રાત્રે પાણીનો નિકાલ કરી વીજ પૂરવઠો રિસ્ટોર કરેલ. 

આ ઉપરાંત એમ.જી.વી.સી.એલ. ના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના લીધે નાગરિકોની સલામતી અને સુરક્ષાને અને અન્ય જાનમાલની સલામતીને ધ્યાને રાખી વડોદરા શહેરમાં એમ.જી.વી.સી.એલ. કુલ ૨૯૨ વીજ ફિડર પૈકી ૪૮ ફિડર વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટથી કે અન્ય કોઇ કારણસર નાગરિકોના જાનમાલ ને નુકસાન ના થાય તે અર્થે વીજ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે.

આના પરિણામે વીજ પુરવઠા ને અસર પહોંચી છે. વરસાદી પાણી ઓસરતા જ ત્વરાએ આ વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. આ ફિડરો બંધ કરવાને કારણે વડોદરાના ઈંદ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલીબાગ,  માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે.

 વડોદરાના  સૌ નગરજનોને આ સ્થિતિ ધ્યાને લઇ એમ.જી.વી.સી.એલ.ના તંત્રને સહકાર આપવા હાર્દિક અપીલ કરવામાં આવે છે અને સલામત રહેવા વિનંતી કરવામાં આવે છે.

(4:26 pm IST)