Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગુજરાતમાં અનરાધાર : ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ૭ ઈંચ

કાકરાપાટ, જુજ, દેવધા ડેમ છલકાયાઃ પુરની સ્થિતીઃ કાંઠાના ગામોને સતર્ક કરાયાઃ તળાવમાં ડૂબી જતા યુવતીનુ મોત

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. ૧ : અષાઢ માસના અમાસના દિને મેઘરાજાએ સટાસટાી બોલાવતા રહ્યા તો ૩૩ જીલ્લાના ર૩૩ તાલુકાઓમાં મેઘમહેર વરસાવતા મેઘરાજાએ મોટાભાગના વિસ્તારને તરબોળ કરી દીધું છે. કયાંક ઝરમર ઝાપટા... કયાંક મધ્યમ વરસાદ... તો કયાંક સાંબેલાધાર વરસાદ..

એમાં પણ વડોદરામાં તો આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. માત્ર ૬ કલાકમાં ૧૭ ઇંચ અને ર૪ કલાકમાં ટોટલ ર૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલકુાઓમાં આમોદ ૮૧ મીમી, અંકલેશ્વર ૬૩ મીમી, ભરૂચ ૭૮ મીમી., હાંસોટ પ૦ મીમી, જંબુસર ૯૩ મીમી, ઝઘડિયા ૩૩ મીમી, નેત્રંગ ૩૦ મીમી વાગરા ૬પ મીમી અને વાલિયા ૪૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ડોડીયાપાડા ૪૦ મીમી, ગરૂડેશ્વર ૭૮ મીમી, નાંદોદ ૬૯ મીમી, સાગબારા ૩૦ મીમી અને તીલકવાડા ૧૩૬ મીમી, તથા વાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર પ૦ મીમી, સોનગઢ ૬૩ મીમી, ઉચ્છલ પ૦ મીમી., વાલોર ૯૬ મીમી, વ્યારા ૬૭ મીમી, ડોલવણ ૮૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૮૯ મીમી, માંડવા ૧૦પ મીમી, માંગરોળ ૬ર મીમી, ઓલપાડ ૯૧ મીમી, પલસાણા ૭ર મીમી સુરત સીટી પ૪ મીમી, અને ઉમરપાડા ૧ર૮ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૪૯ મીમી, ગણદેવી અને ખેરગામ પ૦-પ૦ મીમી, નલાલપોર ૪પ મીમી, નવસારી ૬૦ મીમી અને વાંસદા ૬૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૬૧ મીમી, કપરાડા ૭૧ મીમી, પારડી ૪ર મીમી, ઉમરગામ ૬ર મીમી, વલસાડ ૪ર મીમી અને વાપી ૪૪ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૬ર મીમી, સુબીર ૬૪ મીમી અને વધઇ ૧૧પ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાત વિસતારમાં અહીં પાટણ જીલ્લાના તાલુકાઓમાં ચાણસમા ૧પ મીમી હારીજ ર૧ મીમી, પાટણ ૧૭ મીમી, રાધનપુર પ૮ મીમી, સામી ૬ર મીમી, સરસ્વતી ર૯ મીમી, શંખેશ્વર ૪પ મીમી તો સિદ્ધપુર ૮૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૭પ મીમી, ભાભર ૪૯ મીમી, દાતા ર૮ મીમી, પાલનપુર ૧ર મીમી, સુઇગામ પ મીમી અને વડગામ ૧૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી ૩૪ મીમી, જાયણા ૩૭ મીમી, કડી ૪૧ મીમી, મહેસાણા ૬૪ મીમી સતલાસણા ૬પ મીમી અને ઉંઝા ૬૯ મીમી તો વિમપુર ૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિમતનગર ૧૧૮ મી. મી. ઇડર ૧૩૬ ગામો ખેડબ્રહ્મ ૧૮૦ મી. મી., પ્રાંત જ પ૩ મી. મી. તલોદ ૮૪ મી. મી. વિજયનગર ૧૬ મી. મી. અને વડાલી ૧૭૬ મી. મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

તો અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં ભાલોડા ૬૯ મી. મી. મોડાસા પ૯ મી. મી. અને મેઘમા ર૧ મી. મી. તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ રપ મી. મી. કલોલ ૩૦ મી. મી. અને માણસા ૧પ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને મેઘએ તો અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૭૦ મી. મી., બાવળા ૬પ મી. મી. દસકોઇ  ૬ર મી. મી. ધોળકા ૭૩ મી. મી. અને સાણંદ ૧૩ર મી. મી. વરસાદ નોંધાયેલ છે.

ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેવાર અને કપડવંજ રર-રર મી. મી. કુંકાવાવ ૯પ મી. મી., નેડર ૬૦ મી. મી. મહેમદાબાદ ૧૧૭ મી. મી. મહુધા ર૦૦ મી. મી., માતર ૮૦ મી. મી., નડીયાદ ૧૦૩ મી. મી., મસરા ૮૮ મી. મી. અને વાસો ૧૧૦ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૭૪ ઓકલવા પ૩ મી. મી. બોરસદ ૬૭ મી. મી., ખંભાત પ૧ મી. મી., પેટલાદ ૪૯ મી. મી., સોજીત્રા ૬૭ મી. મી., તારાપુર ર૯ મી. મી. અને ઉમરેઠ ૩૮ મી. મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૧૮૭ મી. મી., દેસર ૧૦૬ મી. મી., કરજણ ૧૬પ મી. મી. પાદરા ૭૮ મી. મી., સાવલી ૩૬ મી. મી., સિનોર ૬૯ મી. મી., વાદવેહિયા ૧ર૬ મી. મી. અને વડોદરા ૪૯૯ મી. મી. અતિભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧૧૬ મી. મી., જેતપુર પાવી રર મી. મી., છોટા ઉદેપુર ૩પ મી.મી. નસવાડી પ૯ મી. મી., કવાટ ૩૩ મી. મી., સંખેડા ૧૬ર મી. મી., વરસાદ નોંધાયેલ છે.

પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ધોધમાર પ૩ મી. મી., ગોધરા ૪ર મી. મી. હાલોલ ૧૮૯ મી. મી., જાંબુધરોડ ૧૦૧ મી. મી. કલોલ ૧૦૭ મી. મી., અને સહેરા ૬૯ મી. મી. તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલસીનોર ૧રર મી. મી. વરસાદ નોંધાયેલ છે.

(4:08 pm IST)