Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મુંબઈ જતી આજની સૌરાષ્ટ્ર જનતા, સૌરાષ્ટ્ર મેલ અને દુરાન્તો નિયત સમયે દોડશે : જામનગર - બાંદ્રા હમસફર કેન્સલ

મુંબઈથી આવતી આજની બાંદ્રા - જામનગર હમસફર રદ્દ રહી : આજની દુરાન્તો અને સૌરાષ્ટ્ર મેલ પણ ન આવ્યાઃ મુસાફરો રઝળ્યા

રાજકોટ, તા. ૧ : વડોદરા રેલ્વે સ્ટેશન પર વોટર લોગીંગને કારણે વડોદરા - મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર આંશિક રીતે ખોરવાયો છે. ગઈકાલે રાજકોટથી ઉપડતી સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગર જનસંઘ ખાતે રોકી દેવામાં આવી હતી. જેને લઈને રેકના પ્રોબ્લેમ ઉભા થયા છે. જો કે આજે મુંબઈ જતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ સૌરાષ્ટ્ર મેલ અને દુરાન્તો તેના નિયત સમયે રાજકોટથી મુંબઈ તરફ રવાના થશે. હમસફર એકસપ્રેસ રેક નહિં આવવાના કારણે રદ્દ કરવામાં આવી છે. પોરબંદર - મુંબઈ ટ્રેન નં. ૧૯૦૧૬ ગઈકાલે રદ્દ થઈ હતી જેને લઈને રેક ઉપલબ્ધ ન હોવાને કારણે આવતીકાલે ૨જી તારીખની મુંબઈ સેન્ટ્રલ પોરબંદર ૧૯૦૧૫ ડાઉનટ્રેન રદ્દ રહેશે.

દરમિયાન બપોરે ૧ વાગ્યે રાજકોટ રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદીમાં ટ્રેન નં.૨૨૯૨૪ જામનગર બાંદ્રા હમસફર એકસપ્રેસ, ૨૨૯૨૩ બાંદ્રા જામનગર હમસફર એકસપ્રેસ (તા.૩૧-૭-૨૦૧૯) ટ્રેન નં.૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ (તા.૨-૮-૨૦૧૯) ટ્રેન નં.૧૯૦૧૬ પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ તા.૩૧-૭-૨૦૧૯), ટ્રેન નં.૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ (તા.૩૧-૭-૨૦૧૯) અને ટ્રેન નં.૧૨૨૬૭ મુંબઈ - રાજકોટ દુરાન્તો (તા.૩૧-૭-૨૦૧૯) રદ્દ થઈ છે. આ ઉપરાંત જે ટ્રેનોનો રૂટ ટૂંકાવવામાં આવ્યો છે તેમાં ગઈકાલની ૨૨૯૪૬ ઓખા - મુંબઈને સુરેન્દ્રનગરથી, ગઈકાલની રાજકોટ - મુંબઈ દુરાન્તોને સુરેન્દ્રનગરથી ટ્રેન નં.૧૯૨૧૮ જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા (તા.૩૧મીની અમદાવાદથી) અને ૩૧મી તારીખની બાંદ્રા - જામનગર સૌરાષ્ટ્ર જનતા વલસાડથી પાછી વાળવામાં આવી હતી.

(3:57 pm IST)