Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પાટણ જીલ્લામાં કાચુ સોનુ વરસ્યુઃ સિધ્ધપુર-૩II, સમી-રII, રાધનપુરમા ર ઇંચ

પાટણ તા. ૧ :.. સમગ્ર પાટણ પંથકમાં ર૪ કલાકમાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. ર૪  કલાકમાં કેટલાક સ્થળોએ ધમાકેદાર એન્ટ્રી છે. તો કયાંક ધીમી ધારે છે. આખી રાત વરસાદ વરસી રહયો છે.

આજે ફલડ કંટ્રોલ રૂમમાંથી મળેલા વરસાદના આંકડામાં સિધપુરમાં સાડા ત્રણ ઇંચ, સમીમાં અઢી ઇંચ રાધનપુરમાં બે ઇંચ,  શંખેશ્વર સમીમાં ર ઇંચ ગીરીજમાં એક ઇંચ, સરસ્વતી તાલુકામાં ૧, ઇંચ, ચાહાસ્મા ૧, ઇંચ, સાજબપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

કાલે ચાલુ થયેલો વરસાદ ર૪ કલાક થી સતત વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસતો વરસાદ વાવેતર કરેલા. ખેતરોમાં ભેજોભેજ પાણી ઉતરી રહયું છે. ખેડૂતો ખુશ ખુશાલ જણાઇ રહ્યા છે.

(3:56 pm IST)