Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમદાવાદમાં આખી રાત ઝરમર : ૩ થી ૪ ઈંચ

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : આજે સવારે પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ

રાજકોટ, તા. ૧ : સમગ્ર રાજયમાં સાર્વત્રિક ઓછાવતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છેે ત્યારે રાહ જોતા અમદાવાદવાસીઓના હૈયે પણ ટાઢક થઈ હતી. ગઈકાલ આખી રાત ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ત્રણ થી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ છવાયેલુ હતું. દિવસ દરમિયાન હળવા ઝાપટા વરસી ગયા હતા. બાદ મોડી સાંજે સારૂ એવુ જોર પકડ્યુ હતું. ત્યારબાદ આખી રાત ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. અમુક વિસ્તારોમાં વધુ તો અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં ત્રણ થી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

(3:56 pm IST)