Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમદાવાદની સાબરમતી નદીમાં પાણી વધ્યુ : ૧૨ ગામો હાઈએલર્ટ

વટામણ - સાબરમતી પુલનો ટ્રાફીક રૂટ બદલાયો : ભાવનગર - સૌરાષ્ટ્ર તરફના રૂટમાં પણ ફેરફાર

અમદાવાદઃ આગામી ૪૮ કલાક રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તારાપુરના ૧૨ જેટલા ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વાસણા બેરેજના દરવાજા ગઈકાલથી ખોલી દેવામાં આવ્યા છે. અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તારાપુરના આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે. લોકોને સરપંચ અને તલાટીના સપંર્કમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે. સરકારના સલગ્ન વિભાગોને ઈમરજન્સીની તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા તૈયાર રાખવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. પરંતુ વરસાદની આગાહીના પગલે ૧૨ જેટલા ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે.ભારે વરસાદને કારણે વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલવામાં આવ્યો છે. વડોદરા તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ તારાપુર થઇ માતર- ખેડા -ધોળકા તરફ બદલવામાં આવ્યો છે છે, જયારે ભાવનગર, સૌરાષ્ટ્ર તરફથી આવનાર ટ્રાફિકનો રૂટ વટામણ-ધોળકા-ખેડા-માતર-તારાપુર તરફ બદલવામાં આવ્યો છે.

(3:55 pm IST)