Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરામાં પુરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૪, આર્મીની ર, એસઆરપીની ર કંપની તૈનાત : વિજયભાઇ રૂપાણી

પાણી ઓસરતા જ વિજ પુરવઠો પૂર્વવત : કરી દેવાશે

ગાંધીનગર, તા. ૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે વડોદરા શહેર ના કુલ ૩૦૪ વીજ ફિડર પૈકી ૪૮ ફિડર  વરસાદી પાણી ભરાવા ને કારણે વીજ કરન્ટ થી કે અન્ય કોઇ રીતે નાગરિકો ના જાનમાલ ને નુકસાન ન થાય તે માટે સલામતી ના કારણોસર બંધ કરવામાં આવ્યા છે.  આના પરિણામે વીજ પુરવઠા ને અસર પહોંચી છે.

 વરસાદી પાણી ઓસરતા જ ત્વરાએ આ વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે.  આ ફિડરો બન્ધ કરવાને કારણે વડોદરા ના ઈંદ્રપુરી સરદાર એસ્ટેટ કારેલી બાગ  માંડવી પાણીગેટ દાંડિયા બજાર રાવપુરા ટાવર હરિનગર ગોત્રી અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે   વડોદરા ના  સૌ નગર જનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો છે.

 વડોદરા માં વરસાદી સ્થિતિ માં બચાવ રાહત કામો માટે એન ડી આર એફ ની ૫ વધારે ટિમ પૂના થી એર લિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે  અત્યારે વડોદરામાં એન ડી આર એફ ની ૪ ટિમ વડોદરામાં  તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે

 આ ઉપરાંત  એસ ડી આર એફ ની ૪.   આર્મી ની ૨ તેમજ એસ આર પી ની ૨ કમ્પની તેમજ પોલીસ અને સુરત વડોદરા ની ફાયર ટિમ પણ બચાવ રાહત કામોમાં જોતરાઇ છે.

(3:05 pm IST)