Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાજ્યભરના મેડિકલ શિક્ષકોના પ્રશ્નો માટે કાલે ગાંધીનગરમાં નિતીનભાઇ પટેલની અધ્યક્ષતામાં મિટીંગ

રાજકોટ તા. ૧ : મેડિકલ શિક્ષકોને થઇ રહેલા અન્યાય મુદ્દે આજથી મેડિકલ શિક્ષકો દ્વારા હડતાલ પાડવામાં આવનાર હતી પરંતુ કાલે શુક્રવારે રાજયના નાયબ મુૂખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલની અધ્યક્ષતામા મિટીંગ યોજાનાર છે જેમાં મેડિકલ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ થનાર હોવાનું જાણવા મળ્યું છે.

કાલે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં આરોગ્ય નાણા અને ગૃહ મંણાલયના ચિફ સેક્રેટરીઓ ઉપસ્થિત રહેશે તેમ જ મેડીકલ શિક્ષકોના પ્રશ્ને મેડિકલ ડાયરેકટરો રજુઆત કરશે. સાતમાં પગારપંચના લાભથી વંચિત રાખવા બાબત તેમજ વર્ષ ર૦૧૧ થી ર૦૧૪ સુધીમાં ભરતી થયેલા ૧૧પ થી વધુ તબિબોને કાયમી કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારના નિયમોસાર એનપીએ આપવા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન આપવા સહિતની માંગણીઓ નહી સંતોષાતા તબિબોમાં રોષ ઉઠવા પામ્યો છે.

પડતર માંગણીઓના ઉકેલ માટે જીએમઇઆરએસ સંચાલિત આઠ મેડિકલ કોલેજના તબિબોના અધ્યક્ષતામાં મહારેલી યોજાઇ હતી.  રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીની રચના કરીને રાજયભરમાં આઠ શહેરોમાં મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. સોસાયટીમાં સમાવિષ્ઠ તબિબોને મળવાપાત્ર સાતમાં પગારપંચ સહિતના લાભોથી વંચિત રાખીને અન્યાય કરાતા તબિબોમાં રોષ ભભૂકી ઉઠયો છ.ે છેલ્લા ઘણાં સમયથી માંગણીઓ કરવા છતાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોઇ જ નકકર ઉકેલ નહી લાવતા હવે તબીબોની ધીરજ ખુટી પડી છે. જીએમઇઆરએસની આઠ મેડિકલ કોલેજના તબિબો તેમજ તબિબી શિક્ષકોને તારીખ ૧ લી, જાન્યુઆરી-ર૦૧૬ થી યુજી.સી., સીપીસી ધોરણે સાતમાં પગારપંચનો લાભ આપ્યો નથી. વર્ષ ર૦૧૦ થી ર૦૧૪ સુધી ભરતી થયેલા તબિબી શિક્ષકોને કાયમી નહી કરીને મળવાપાત્ર સરકારી લાભોથી વંચિત રખાયાનો આક્ષેપ તબિબોએ કર્યોછે. તબિબી શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ તથા ડિપાર્ટમેન્ટલ પ્રમોશનનો લાભ અપાયો નથી તેમ જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસીએશનના પ્રમુખ ડો.ગૌરીશંકર શ્રીમાળીએ જણાવ્યું છે. તબિબી શિક્ષકોને પેન્શન કે નિવૃત્તીના લાભો મળતા નથી. ઉપરાંત ન્યુ પેન્શનસ્કિમ કે સીપીએફ પણ ચાલુ કરાયં નથી. તબિબી શિક્ષકોને ગ્રેજયુટી, જુથ વીમો, એલટીસી, તબિબિ ભથ્થુ અથવા તબિબી સારવાર ખર્ચ મળતો નથી.

જીએમઇઆરએસની મેડીકલ કોલેજની નોકરીની સરકારી સેવા ગણીને ત્રણ વર્ષ પછી બોન્ડ મુકિત આપવાની માંગણી કરવામાં આવી  રહી છે.

(1:41 pm IST)