Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરતના વિવાદી પીઆઇને સુપ્રિમ કોર્ટમાં કાનૂની જંગમાં પરાસ્ત કર્યા બાદ એસીબીએ વડોદરાના પીઆઇના પણ હાઇકોર્ટમાં જામીન મંજુર થવા ન દીધા

૧ કરોડની લાંચ માંગ્યા બાદ ૩૦ લાખમાં સેટલમેન્ટ કરનાર સુરતના તત્કાલીન પીઆઇ એન.ડી.ચૌધરીના જામીન રદ થતા સરન્ડરઃ રિમાન્ડ પર લેવાયાઃ વડોદરાના પીઆઇ ડી.કે.રાવ નિવૃતીના ૩ દિ' અગાઉ એક લાખની લાંચના છટકામાં ઝડપાયેલા : છ માસ અગાઉ વિરમગામના તત્કાલીન ડીવાયએસપી નાઇ સામે લાખોની લાંચનો આરોપ હતો તેઓને પણ એસીબીએ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં એસીબી વડા કેશવકુમારના સીધા માર્ગદર્શનમાં કાનૂની તજજ્ઞોએ ફાવવા દીધા ન હતા

રાજકોટ, તા., ૧: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમારના માર્ગદર્શનમાં વિવિધ સરકારી ખાતાઓના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તથા કર્મચારીઓને લાંચના છટકામાં લોકોના સહકારથી સપડાવી તેઓને કાનુની જંગમાં પરાસ્ત કરવાના ચાલતા અભિયાનમાં વડોદરાના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.રાવ કે જેઓએ નિવૃતીના ૩ દિવસ પહેલા ૧ લાખની લાંચ લેવાનો આરોપ હતો તેઓના હાઇકોર્ટે જામીન નામંજુર કરતા સુરતના સરથાણાના પીઆઇ એન.ડી.ચૌધરી કે જેઓ સામે ૩૦ લાખની લાંચનો કેસ હતો અને જેના જામીન સુપ્રિમ કોર્ટે નામંજુર કર્યા છે. આમ વધુ એક પીઆઇને કાનુની જંગમાં પરાસ્ત કરવામાં એસીબીને સફળતા સાંપડી છે.

અત્રે યાદ રહે કે હોટલ માલીક  સામે દારૂનો ખોટો કેસ ન કરવાના તથા સરઘસ  કાઢી માર ન મારવા માટે દોઢ લાખ મળવા છતાં વધુ પોણા બે લાખ લેવા જતા એસીબીના છટકામાં ડીવાયએસપી નાઇ સામેના આરોપ મુકાતા એસીબીએે તાકીદે કાર્યવાહી કરી હતી. તત્કાલીન ડીવાયએસપી નાઇએ પણ સેસન્સ કોર્ટ અને હાઇકોર્ટ સુધી જામીન મેળવવા પ્રયાસ કર્યો પરંતુ એસીબી વડા કેશવકુમારે પોતાના કાયદેઆઝમો માફક જંગ ખેલી તત્કાલીન ડીવાયએસપી નાઇને ફાવવા દીધા ન હતા.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આ અગાઉ  પણ રાજય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઇન્કમટેકસના અધિકારીઓ, ડીવાયએસપીઓ વિ.ના જામીન  એક જ દિવસમાં નામંજુર કરવાનો વિક્રમ સર્જાયેલો તે બાબત જાણીતી છે.

વડોદરાની વાત કરીએ તો તત્કાલીન પીઆઇ ડી.કે.રાવ તથા પોલીસમેન નિતીનકુમાર પ્રજાપતી વિરૂધ્ધ એસીબી દ્વારા એક લાખની લાંચના છટકાનો ગુન્હો ર૬ જુને નોંધવામાં આવેલ. આરોપી પીઆઇ ડી.કે.રાવે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી જે સેસન્સ કોર્ટે તા.૮ જુલાઇના રદ કરી જે સામે હાઇકોર્ટમાં આગોતરા જામીનની થયેલી અરજી ગઇકાલે હાઇકોર્ટે પણ રદ કરી નાખી છે.

સુરતના સરથાણા પોલીસ મથકના પીઆઇએએ સ્ટાર ઓટો ગેરેજના માલીકને આરટીઓના ટેકસમાં ગરબડ બાબતે લોકઅપમાં પુરવાની ધમકી આપી પ્રથમ ૧ કરોડ અને ત્યાર બાદ ૩૦ લાખની લાંચ માંગેલ. જે બાબતે એસીબીએ ગુન્હો દાખલ કરેલ. આરોપી પીઆઇ ફરાર થયા બાદ તે તથા અન્ય ત્રણ સાથીઓના જામીન સુપ્રિમ કોર્ટ સુધી નામંજુર થયા બાદ તેઓ સરન્ડર થતા એસીબી દ્વારા ત્રણેય પોલીસ કર્મચારીઓના ૩ દિવસના રીમાન્ડ પર લઇ  પુછપરછનો ધમધમાટ ચાલુ છે. આમ કાનુની જંગમાં એસીબીને કેશવકુમારના માર્ગદર્શનમાં સફળતા સાંપડી છે.

(1:08 pm IST)