Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વિરમગામના ઇનાયતપુરા ગામે યુવાનનું ગળું દબાવી હત્યા મામલે ચાર આરોપીઓ ઝડપાયા

વિરમગામના ઇનાયતપુરા ગામે યુવકની ગળુ દબાવીને હત્યા કરવામા આવી હતી. કેટલાંક લોકોએ લાશ જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

  પ્રથમ દ્રષ્ટિએ યુવકનું અકસ્માતમાં મોત થયાની માહિતી બહાર આવી હતી. જો કે પીએમ રિપોર્ટમાં ગળુ દબાવીને હત્યા કર્યાની હકિકત બહાર આવી હતી . પોલીસે ખાનગી રાહે તપાસ અને વોચ રાખી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીએ પર હત્યાનો ગુનો નોંધી તપાસ આગળ હાથ ઘરવામાં આવશે.

(9:33 am IST)