Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

એમ.એસ યુનિ,ના સેનેટ સિન્ડિકેટ સભ્ય સત્યેન કુલાબકરને સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ એનાયત

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્ય સત્યેન કુલાબકરને તેમની વિશિષ્ટ કામગીરી બદલ વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ ના હસ્તે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

માર્ગ સલામતી ને પોતાનું જીવનકાર્ય બનાવનાર સત્યેને ખૂબ જ નાની વયથી નાના સ્તરના કાર્યક્રમોથી પોતાની કામગીરી ની શરૂઆત કરી હતી. એમના મત મુજબ માર્ગ સલામતી નો અભાવ એ જીવલેણ સમસ્યા છે ટ્રાફિક અને વસ્તી વધવાને લીધે આ સમસ્યા વિકરાળ બનતી જવાની છે અને છતાંય સમાજના દરેક સ્તરે આ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે.

પોલીસ મહાનગરપાલિકા અને સરકારની ટ્રાફિક અંગેની વિવિધ કમિટીઓના સદસ્ય રહેલા સત્યેને આ ક્ષેત્રે જુદો ચીલો ચાતરવાનું નક્કી કર્યું તું .

(9:32 am IST)