Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાજ્યમાં વરસાદી માહોલમાં મળશે ઘરબેઠા મેડિકલ મદદ :સરકાર દ્વારા 104 ફીવર હેલ્પલાઇન સેવા

તાવના કોઈપણ દર્દીને ઘરે બેઠા નિઃશુલ્ક સારવાર,લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ મળશે

 

અમદાવાદ :રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે બીમારીઓએ પણ પગ પેસારો કર્યો છે.ત્યારે ઘરે બેઠા માટે મેડિકલ મદદ મેળવી શકાય છે સરકાર દ્વારા 104 નંબરની સેવા શરુ છે

 રાજ્ય સરકારની આ હેલ્પલાઇન કઇ રીતે કામ કરે છે અને જાહેર જનતા તેનો મહતમ લાભ કેવી રીતે લઇ શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય અને GVK EMRIનો સંયુકત પ્રોજેકટ એટલે પ્રજાને ખરા અર્થમાં કલ્યાણકારી અને સુખદ અનુભવ કરાવતી હેલ્પલાઇન-104 છે.

   રાજ્યમાં તાવનાં કોઇપણ દર્દીએ અથવા તેમના સગા-વ્હાલાઓએ તેમનાં ઘરે બેઠાં જ આ હેલ્પલાઇનથી નિ:શુલ્ક સારવાર લેબોરેટરી ટેસ્ટ તથા દવાઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત ટોલફ્રી નંબર 104 પર સંપર્ક કરવાનો રહે છે. કોઇપણ મોબાઇલ અને લેંન્ડલાઇન પરથી આ નંબર પર ફોન કરી શકાશે. આ 104ની સેવા ચોવીસ કલાક માટે સમગ્ર ગુજરાતભરમાં ઉપલબ્ધ છે
    104 રિસપોંન્સ સેંન્ટરમાં મુશ્કેલીમાં મુકાયેલ કોઇપણ વ્યક્તિનો ફોન આવવાથી તેના તાલિમબધ્ધ કર્મચારીગણ ફોન કરનાર વ્યક્તિ પાસેથી તેમનું નામ, ફોનનંબર,સરનામું, તાલુકો, જિલ્લો અને કયા શહેર કે ગામથી ફોન કરો છો તે વિગતો મેળવે છે. આ ઉપરાંત દર્દીનું નામ,ઉમંર, પુરુષ છે કે સ્ત્રી,કેટલા સમયથી તાવ આવે છે, અત્યાર સુધી કઇ-કઇ દવાઓ આપી છે? જેવી પ્રાથમિક માહિતી એકઠી કરીને ફોન કરનાર વ્યક્તિની નજીક રહેલા આરોગ્ય અધિકારીને ફોન અને SMSથી જાણ કરવામાં આવે છે.

    તુરંત જ નજીક રહેલા સરવાર કેન્દ્રમાંથી આરોગ્ય અધિકારી હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિના ઘરે જઇને નિદાન અને લોહીનું પરિક્ષણ કરે છે. આ પરિક્ષણથી દર્દીને તાવના લક્ષણો જાણીને તેને મેલેરિયા અથવા અન્ય પ્રકરનો તાવ છે કે નહીં? તેની સ્થળ પર જ ચકાસણી થઇ જાય છે. જરુરી દવાઓ પણ આપવામાં આવે છે. જે તદન નિ:શુલ્ક રહેશે.
   સ્થાનિક આરોગ્ય અધિકારી દ્વારા તાવના દર્દીની સારવાર અને નિદાન કર્યા બાદ કરેલ કામગીરીની માહિતી 104 રિસપોંન્સ સેંન્ટર પર ફોન રજીસ્ટ્રેશન ઓફિસરને આપે છે. રજીસ્ટ્રેશન ઓફિસરને તાવના દર્દીની તબિયતની ઉપરોકત માહિતી જો ગંભીરતાજનક લાગે તો તેવા કિસ્સાઓમાં ત્વરિત 108ની સહાયતા ઉપલ્બ્ધ કરાવીને દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવે છે.


આરોગ્ય અધિકારીના ઘેર આવ્યા બાદ ચોવીસ કલાકની અંદર 104 કોલ સેંન્ટર તરફથી ફોન કરીને દર્દીનો ફીડબેક/પ્રતિભાવ લેવામાં આવે છે. જેમા આ સેવા મેળવ્યા બાદ દર્દીની સ્થિતિ કેવી છે? અને આરોગ્ય અધિકારીનો રિસપોંન્સ કેવો હતો? જેના જવાબ આપવાના રહે છે. જો દર્દીની તબિયતમાં કોઇ સુધારો જણાયો ના હોઇ તો ફરી નવું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

આ દ્વારા દર્દીને મળેલ સેવાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સેવા લીધેલ લાભાર્થી અન્ય પ્રતિભાવ કે માહિતી આપવા માંગતા હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે. રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની આ યોજના ખરેખર હિતલક્ષી છે. જેનો જરૂરિયાતમંદ લોકો મહતમ લાભ લઇ રહ્યા છે

(9:52 pm IST)