Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મુખ્યમંત્રી રૂપાણી મોડી રાત્રે પહોચ્યા સ્ટેટ ફ્લડ કન્ટ્રોલરૂમ : રાજ્યમાં અને ખાસ કરીને વડોદરામાં વરસાદથી સર્જાયેલી વિકટ સ્થિતિની સમીક્ષા કરીને સંપૂર્ણ વિગતો મેળવી : અધિકારીઓને આપી સૂચનાઓ : લોકોને પણ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં તંત્રનો સાથ આપવા કરી અપીલ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં અને ખાસ કરીને વડોદરામાં વરસાદથી સર્જાયેલી વિકટ સ્થિતિની સમીક્ષા અને સંપૂર્ણ વિગતો મેળવવા મોડી રાત્રે સ્ટેટ ફ્લડ કન્ટ્રોલરૂમ, સેક્ટર 19, ગાંધીનગર ખાતે પહોચ્યા હતા અને ઉદભવેલી સંકટપૂર્ણ પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી.

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલરૂમની મુલાકાત દરમ્યાન વિજયભાઈએ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ, લોકોની સુખાકારી માટે, સંલગ્ન વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

 

(11:56 pm IST)