Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ધીમીધારે વરસાદ ;બેચરાજી પંથકમાં વરસાદથી ઉભા પાકને જીવતદાન

બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડુતોમાં હર્ષની લાગણી

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 216 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સીઝનમાં રાજ્યના 11 તાલુકામાં 1000 મીમી કરતા વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડુતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

    મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં બુધવારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડુતોએ જણાવ્યુ હતુ કે, ધીમીધારે વરસાદ પડવાથી પાણી અંદર ઉતરતા પાકને જીવનદાન મળશે. જીલ્લાના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(10:21 pm IST)