Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : ફરાળી વસ્તનું વેચાણ કરતા એકમો પર તવાઈ

મૌરેયા, રાજગરો તેમજ શીંગોડાના લોટના નમૂના લીધા

અમદાવાદ ;શ્રાવણમાસ શરુ થઇ રહ્યો છે.ત્યારે ફરાળી વાનગીમાં વપરાતી વસ્તુઓની મોટા પાયે માંગ ઉભી થતી હોય છે.ત્યારે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ફરાળી વસ્તુઓ બનાવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી તૈયાર કરતા એકમોનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

  આરોગ્ય વિભાગે વાસણા અને લાંભા વિસ્તારમાંથી મૌરેયા, રાજગરો તેમજ શીંગોડાના લોટના નમૂના લઇને સેમ્પલ અર્થે મોકલાયા છે. જો કે તહેવાર આવે એટલે આરોગ્ય ખાતું સેમ્પલ લેવાની કામગીરી કરે છે  મોટાભાગના સેમ્પલ પાસ થઇ જાય છે અને બીજુ એ કે જ્યારે લેબ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં તો લોકો તે ખાધપદાર્થને આરોગી ચુક્યાં હોય છે

(11:34 pm IST)