Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરતના વરિયાવમાંથી 14.93 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લેવાયા

સુરત ક્રાઇમ બ્રાન્ચે રહેણાંક મકાનમાં દરોડો પાડીને એમડી ડ્રગ્સ ઝડપ્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરિયાવ ગામના મકાનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને ડ્રગ્સ સાથે ત્રણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરિયાવ ગામમાં આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી. જેમાં 14.94 લાખની કિંમતનું મેફેડ્રોન (મેથાફેટામાઇન) એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

    પોલીસે વરીયાવ ગામ સાર્વજનિક દવાખાના સામે આવેલા સિદાત મહોલ્લાના ઘર નંબર 1055 ખાતેથી મોહમંદ બિલાલ ઉર્ફે બિલાલ બિડી ઈકબાલ ભોલા (ઉ.વ.45 )અને નુરજહા ઉર્ફે નુરી ઉર્ફે મસ્તાની તે હાજી જુમ્મા સીદીની દીકરી(ઉ.વ.40 ) ( રહે ઘર નં.2125 બાવા અબ્બાસની દરગાહ,ખાન સાહેબનું ભાટુ ધાસ્તીપુરા ચોકબજાર) તથા ઈબ્રાહીમ ઉર્ફે રઉફ ટકલો સરવદ સૈયદ (ઉ.વ.45)( રહે ઘર નં.2 ગ્રાઉન્ડ ફ્લોર હાઉસિંગ સોસાયટી ગાવ દેવી ડોગરી કામ રોડ, નૂર મસ્જીદની બાજુમાં અંધેરી મુંબઈ) ના ઝડપી લેવાયા હતાં.

    પોલીસે આરોપીઓની અંગજડતી કરતાં એમ્ફેટામાઈન/મેથામ્ફેટામાઈન(એમ.ડી.)ડ્રગ્સ 298.77 ગ્રામ જેની અંદાજિત કિંમત આશરે 14 લાખ 93 હજાર 850 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત અંદાજે 16 હજાર અને રોકડા રૂપિયા 83 હજાર મળી રોકડા તથા મુદ્દામાલ મળી કુલ્લે કિંમત 15 લાખ 93 હજાર મળી આવ્યો હતો.

(8:12 pm IST)