Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પશ્વિમ અને પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ : મકાનની છત ધરાસાયી રિવર ફ્રન્ટમાં પાણી ભરાયા

અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ;બપોર બાદ દે ધનાધન વરસાદ

અમદાવાદમાં આજે દિવસભર ઝરમર વરસાદ બાદ સાંજે ધોધમાર વરસાદ વરસી રહયો છે  સવારથી જ અમદાવાદમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે, સાંજે અમદાવાદમાં વરાસદે દે ધનાધન શરૂ કર્યું હતું. અમદાવદામાં એક મકાનની છત પણ ધરાશાયી થવાની ઘટના બની હતી.

   અમદાવાદ મા મોટા ભાગ ના તમામ વિસ્તારો મા સતત ભારે વરસાદ થઇ રહયો છે અનેક વિસ્તારોમાં છેલ્લા અડધા કલાક થી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે

અમદાવાદના નારોલ થી નરોડા સુધી ના પટ્ટા મા આવતા નારોલ,ઈશનપુર ,વટવા,જશોદાનગર ,મણિનગર,ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી,રામોલ,વસ્ત્રાલ,રખિયાલ,સરસપુર,બાપુનગર,ઓઢવ,નિકોલ,નરોડા સુધી ના તેમજ અન્ય તમામ વિસ્તારોમા લાંબા સમય બાદ ભારે વરસાદ વરસી રહયો છે

 : અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થતાની સાથે જ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા રિવર ફ્રન્ટમાં પણ વરસાદી પાણી ભરાયા હતા બપોર પછી ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સમગ્ર અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો પશ્વિમ અને પૂર્વ અમદાવાદમાં સહિતાના વિસ્તારોમાં વરસાદે દે ધનાધન શરૂ કર્યો હતો.

પશ્વિમ અમદાવાદમાં એસ.જી હાઇવે, ઇશ્કોન, વેજલપુર, મકરબા, ઘાટલોડિયા, સેટેલાઇટ, ચાંદલોડિયા, સોલા, આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

(9:27 am IST)