Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરામાં ભરબપોરે ધોધમાર ૬ ઈંચ વરસાદ

વડોદરામાં ૨ થી ૪ વચ્ચે ૨ કલાકમાં અનરાધાર ૬ ઈંચ વરસાદ પડી ગયો છે : પાણીઘેડ, રાવપુરા, એમજી રોડ સહિત અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે : શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે : સ્થાનિક બસની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે : છેલ્લા ૧૮ થી ૨૪ કલાકથી વડોદરા જિલ્લામાં ૧ થી ૪ ઈંચ વરસાદ પડી ગયો છે : વડોદરામાં ચકલી સર્કલ પાસે વૃક્ષ તૂટી પડતા ત્રણેક વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ છે : શહેરની વચ્ચેથી વહી જતી વિશ્વામિત્રી નદીમાં નવા પાણી આવ્યા છે અને સપાટી ૧૨ ફૂટે પહોંચી છે : અનેક વાહનો રસ્તાઓ ઉપર ડૂબી ગયેલા નજરે પડે છે

(6:37 pm IST)