Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

તરોપા ગામની પાસે રાહદારી શખ્સને હાઈવા ટ્રકે પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામ પાસે એક હાઈવા ટ્રકે રાહદારીને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર તરોપા ગામની કેનાલ પાસે 30 જૂન ની રાત્રે લગભગ 9 વાગે પગપાળા જઇ રહેલા ભદ્રેશ ભાઇ રૂપલાભાઇ વસાવા ( ઉ.વ.૪૫ ) (મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા ) હાઇવા ટ્રક નંબર GJ-16-AU- 6709 ના ચાલકે પુર ઝડપે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા રાહદારીને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી માથાના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવતા આમલેથા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:09 pm IST)