Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજપીપળા એસટી ડેપોના પ્લેટફોર્મ પરના પંખા થંભી જતા ગરમીમાં મુસાફરો પરસેવે રેબઝેબ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો જિલ્લાનું વધુ ડેપો હોવા છતાં અનેક સમસ્યાઓના કારણે મુસાફરો તકલીફમાં મુકાઈ રહ્યા છે ત્યારે હાલમાં આકરી ગરમી પડતી હોવા છતાં ડેપોના પ્લેટફોર્મમાં લાગેલા મોટાભાગના દીવાલ પંખા બંધ હાલતમાં છે જેના કારણે ત્યાં બસોની રાહ જોઈ બેઠેલા મુસાફરો પરસેવે રેબઝેબ જોવા મળે છે,કરોડોના ખર્ચે રીનોવેટ કરાયેલા આ ડેપોમાં પહેલેથી જ વરસાદી પાણી ટપકતું હોવાથી ધાભામાંથી પાણી પડતા પંખા દર ચોમાસા દરમ્યાન બગડી જતા આ તકલીફ ઊભી થાય છે.છતાં સત્તધીસો જૈસેથે સ્થિતિમાં પંખા રાખતા હોય કોઈ કાયમી ઉકેલ આવતો નથી
  જોકે એસટી ડેપોના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પંખા બાબતે ભરૂચ ડિવિઝનમાં ફરિયાદ કરી છે ત્યાંથી મિકેનિક આવી રીપેર કરશે.તો નર્મદા જિલ્લો અલગ થવા છતાં હજુ ભરૂચ ડિવિઝન કેમ વહીવટ કરે છે..?તેવા સવાલ મુસાફરોમાં ઉઠ્યા છે.

(11:06 pm IST)