Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક કામગીરી દરમ્યાન દીવાલ ઘસી પડતા મજૂરનું મોત

વડોદરા:શહેરના વાઘોડિયા રોડની સાઇડ ઉપર કામગીરી દરમિયાન દીવાલ ધસી પડતાં મજુરનું મોત નીપજયું હતું

મૂળ ગોધરાનો રહેવાસી મહેશકુમાર મજૂરીકામ અર્થે વડોદરા આવ્યો હતો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા વૈકુંઠની સામે આરબી નામે સાઈટ ચાલી રહી છે આ સાઇટ ઉપર મહેશકુમાર બુધવારે રાબેતા મુજબ કામ કરી રહ્યો હતો આ દરમિયાન નજીકમાં આવેલી દીવાલ ધરાશાયી થતા મહેશકુમાર કાટમાળ તળે દબાઈ ગયો હતો. બનાવની જાણ થતા મહેશકુમારના પરિવારજનો ગોધરાથી વડોદરા દોડી આવ્યા હતા અને મોડી સાંજ સુધી મુદ્દે ઘટનાસ્થળે પડી રહેતા પરિવારજનોએ આક્રોશ દર્શાવ્યો હતો. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)