Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોડાસાના સર્વોદયનગરમાં બેન્કમાંથી લોન અપાવવાના બહાને મહિલા પાસેથી પૈસા ઉઘરાવી ગઠિયા રફુચક્કર

મોડાસા: તાલુકાના સર્વોદયનગરમાં એક ગઠીયાએ આ વિસ્તારમાં રહેતી ૫૮ જેટલી મહિલાઓને લલચામણી વાતોમાં ભેળવી બેંકમાંથી લોન અપાવવના બ્હાને મહિલા દીઠ ૧૦૦૦ રૂપિયાનું ઉઘરાણુ કરી ફરાર થઈ જતાં જ ચકચાર મચી છે. છેતરાઈ ગયા ની જાણ થતાં આ વિસ્તારની મહિલાઓએ   આ ગઠીયાનો પર્દાફાશ કરી રોષ ઠાલવ્યો હતો.

મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં આવેલા એક શખ્શે વિસ્તારની મહિલાઓને બેંકમાંથી રૂપિયા ૫૦ હજારની લોન અપાવવાના બ્હાને રૂપિયા ૧ હજારનું ઉઘરાણુ કર્યું હતું.બેંકમાંથી માત્ર હજાર ભરી ખાતામાં લોનની રકમ મેળવવા અને બેંકમાં સીધા હપ્તા ભરવાની લલચામણી આ ઓફરમાં પંથકની કેટલીય મહિલાઓ આવી ગઈ હતી અને પોતાને કિરણ ઝાલ નામ થી ઓળખાણ આપનાર આ ગઠીયા એ વિસ્તારની ૫૮ મહિલાઓ પાસેથી એક-એક હજાર અનેન ગરના અન્ય વિસ્તારની કેટલીક મહિલાઓ પાસેથી પણ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ ઉઘરાવ્યા હતા.આમ લોનના બ્હાને રૂપિયા ૫૮ હજારથી પણ વધુની રકમનું ઉઘરાણું કરી જનાર આ ફરાર ઈસમ વિરૂધ્ધ વ્યાપક રોષ ફેલાયો હતો. પરંતુ બુધવારની મોડી સાંજ સુધી આ પ્રકરણે કોઈ ફરીયાદ નોંધાઈ ન હતી.

(5:23 pm IST)