Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગુજરાતમાં ડ્રગ્સ પ્રસરતું રોકવા આશિષ ભાટિયા દ્વારા જબરજસ્ત કવાયત

કેરળ રાજયની હાઈકોર્ટ દ્વારા નોંધ લેવાયેલ તેવી અનુપમસિંહ ગેહલોતની ડ્રગ્સ વિરોધી નીતિ આખા રાજયમાં અમલી બનાવવા સઘન વિચારણા : આજે ટોચના પોલીસ અધિકારીઓ સાથે મુખ્ય પોલીસ વડા દ્વારા તાકિદની વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ

રાજકોટ તા.૧: ગુજરાતમાં ડ્રગ્સ માફીયાઓ દ્વારા ડ્રગ્સ ઘુષણખોરી દ્વારા યુવાધનને બરબાદ થતું રોકવા માટે ગૃહ મંત્રી દ્વારા ટોચના અઘિકારીઓ સાથે અગત્યની બેઠકના પગલે આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પ્રવેશતું રોકવા માટે શું શું પગલાં લેવા તેની રણનીતિ તૈયાર કરવા માટે આજે ખૂબ અગત્યની વિડિયો કોન્ફરન્સ યોજાઈ છે.                                             

 ઉકત બેઠકમાં ડ્રગ્સ કોઈ જગ્યા ર્પ કોઈ રીતે ન વેચાય તે માટે આવા લોકોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે ડીસીબી,ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને પણ જવાબદારી સુપ્રત કરવા સાથે બાતમીદારોને પણ કામે લગાડી ખો ભુલાવી દેવા પણ માર્ગદર્શન આપવા સાથે ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢવામાં આવનાર છે.                                

જો કે જાણકારોના મતે કચાસ થોડી ભલે રહી હોય અમદાવાદ પોલીસ કમિશનર,સુરત પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આ મામલામાં  ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા છે, એટલું જ નહિ તેમના પોલીસ ઇન્સ્પેકટર અને સ્ટાફ દ્વારા પણ ઉત્તમ પ્રયાસો કરાયા છે.                   

 દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરામાં યુવાધન નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યાના સમાચારોના પગલે ખૂબ ચિંતિત બની ડ્રગ્સ સેવન કર્યું છે કે કેમ?તેની માહિતી તુરત મળે તે માટે તત્કાલીન પોલીસ કમિશનર અનુપમ ગાહેલોત દ્વારા વિદેશથી ખાસ પ્રકારના મશીન આયાત કરેલ. આ મશીનની નોંધ કેરળ હાઈ કોર્ટ દ્વારા પણ લેવાયેલ. હાલના પોલીસ સીપી પણ આ યોજના આગળ ધપાવે તેવા સંકેત છે. તેવી અનુપમ સિહ ગેહલોતની યોજના રાજ્યભરમાં અમલી બનાવવા માટે ગૃહ રાજ્ય મંત્રી પણ આગળ વધી રહ્યા છે.                      

અત્રે યાદ રહે કે વડોદરા કોલેજના ઘણા યુવક યુવતીના માતા પિતાએ પોતાના સંતાનોને આ રસ્તે જતાં રોકવા માટે જે તે સમયે અનુપમ સિહ ગેહલોત પાસે માંગણી કરેલ.    

 આવા યુવાનોની જિંદગી બગડે નહિ તે માટે તેમને પ્રેમ અને થોડો ભય બતાવી ખોટા માર્ગે જતાં રોકેલ તે જાણીતી વાત છે.

(3:18 pm IST)