Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા હડકંપ

આસપાસનો 10 કિ.મી. વિસ્તાર ભયગ્રસ્ત જાહેર: ખેડા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

અમદાવાદ : ગુજરાત હજુ કોરોના વાયરસની બીજી લહેરમાથી બહાર નીકળ્યું નથી, તેવામાં નડિયાદ શહેર એક ભયાનક રોગમાં સપડાયું છે. નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા હડકંપ મચી ગયો છે. આસપાસના ગામડાઓમાં લોકો ડરી રહ્યા છે. નડિયાદ શહેર અને આસપાસનો 10 કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ માટે ખેડા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં શહેરમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા તાબડતોડ રીતે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

(12:54 pm IST)