Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદની ટિવન્સ બહેનોને ધોરણ 10માં એ ગ્રેડ:ડોકટર બનવાનો વ્યક્ત કર્યો નિર્ધાર

ક્રિના અને ક્રિષ્ના બંનેએ કહ્યું - જો પરીક્ષા લેવાઈ હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત

અમદાવાદ :શહેરમાં રહેતી ક્રિના અને ક્રિષ્ના બંને બહેનોએ ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવ્યો છે.. બંને બહેનો ડોક્ટર બનવા માંગે છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન જે પ્રકારે ડૉ. લોકોની સેવા કરતા જોવા મળ્યા છે એ જ પ્રકારે બંને બહેનો ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માંગે છે

  ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર ટ્વિન્સ બહેનો એમ પણ કહે છે કે આવી મહામારી ક્યારેય આવવી જોઈએ નહીં. પહેલેથી ડોકટર બનવાની ઈચ્છા હતી પણ કોરોનામાં એમણે પોતાનું મન મક્કમ બનાવી લીધું. ક્રિના અને ક્રિષ્ના બંનેનું કહેવું છે કે જો પરીક્ષા લેવામાં આવી હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત પરંતુ હમણાં જ પરિણામ આવ્યું છે તેનાથી તેઓ ખુશ છે.

   આ બંને બહેનોના માતા રૂપાબેન જાની નું કેવું છે કે આ બંનેનો નિર્ણય છે કે તેઓ ડોક્ટર બને. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોરોનાના આ સમયગાળામાં બાળકોની મનોસ્થિતિ કેવી રહી ત્યારે તેમનો જવાબ હતો કે બંને અભ્યાસ કરવામાં ખૂબ હોશિયાર છે પરંતુ હા થોડા આળસુ થઈ ગયા હતા પરંતુ જો પરીક્ષા લેવાઈ હોત બંનેનું પરિણામ હજી સારું આવ્યું હોત

(9:04 pm IST)