Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ગુજરાતમાં જળ શક્તિ અભિયાન ચલાવાશે :લોકોમાં જાગરુરકતા લવાશે :વિજયભાઈ રૂપાણી

 

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના બીજા કાર્યકાળના સૌથી મહત્વકાંક્ષી જળશક્તિ અભિયાનની શરૂઆત કરાઈ છે જેમાં આવનારા પાંચ વર્ષમાં દેશના દરેક શહેર અને ગામડાના દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવામાં આવશે. અભિયાનમાં ગુજરાત સરકાર પણ જોડાશે અને લોકોમાં પાણી અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરશે તેમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે જળ સંચય જન આંદોલન બને તેવા પ્રયાસો કરીશું. અભિયાનમાં દેશની જનતાએ જોડાવવું જોઇએ. મીડિયા પણ જળ સંચય બાબતે આગળ આવ્યું છે આથી હું તેઓને અભિનંદન પાઠવું છું. રાજ્ય સરકાર જળ સંચય બાળતે અભિયાન ઉપાડશે. તથા રાજ્ય સરકાર બજેટમાં તેની જાહેરાત પણ કરશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે જળ શક્તિ અભિયાન બે તબક્કામાં લાગુ થશે, જેમાં પ્રથમ ચરણમાં એક જુલાઇથી 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો એક ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી. દરમિયાન પાણી તંગીનો સામનો કરી રહેલા દેશના 255 જિલ્લાના 1593 જિલ્લામાં જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અભિયાન ચલાવવામાં આવશે

 . અંતર્ગત મનરેગા જેવી યોજનાઓના નાણાનો ઉપયોગ કરી પરંપરાગત તળાવો અને જળાશયોનું સરક્ષણ, ભૂજળ રિચાર્જ, વોટરશેડ ડેવલપમેન્ટ અને વૃક્ષારોપણ પર ભાર મુકવામાં આવશે.

(1:22 am IST)